રફાળેશ્વર મેળામાં ૧૭ વર્ષથી ચાલતું પાણીનું પરબ

- text


પરિવર્તન પરિવારના નેજા હેઠળ યુવાનો દ્વારા પિતૃ તર્પણને બદલે કરાતી માનવસેવા

મોરબી : મોરબીના રફાળેશ્વરના લોકમેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની તરસ છીપાવવા પરિવર્તન પરિવારના નેજ હેઠળ યુવાનો દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી પાણીના પરબની સેવા આપવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અત્રેના રફાળેશ્વર મંદિર ખાતે દરવર્ષે શ્રાવણી અમાસના દિવસે પિતૃતર્પણ અને મેળા માટે અનેક ભાવિકજનો ઉમટી પડતા હોય છે ત્યારે પરિવર્તન પરિવારના નેજ હેઠળ ડો.એમ.બી.પરમાર, ગોપાલભાઈ સોલંકી, મુળજીભાઈ ચાવડા, સુરેશભાઈ ચાવડા, મનોજભાઈ મકવાણા અને પ્રવીણભાઈ આંબલિયા સહિતના સેવાભાવી યુવાનો દ્વારા પિતૃતર્પણને બદલે જીવ્યા જાગતા માનવીની સેવા કરવા છેલ્લા ૧૭ વર્ષથી મંદિરના કુંડ નજીક ઠંડા પાણીનું પરબ ખોલી લોકોની સેવા કરવામાં આવી રહી છે. આજે પણ રફાળેશ્વર મંદિરે ઉમટી પડેલા ભાવિક જનોને અંતરના ભાવપૂર્વક તૃષા બુઝાવી પરિવર્તન પરિવારના યુવાનોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

- text

- text