ગ્રામરક્ષકદળના જવાનોને 300 રૂપિયા ભથ્થુ ચૂકવવા માંગ

- text


વાંકાનેર : દેશને આઝાદી મળી ત્યારથી સેવા-ફરજ બજાવતા ગ્રામરક્ષકદળના જવાનોને હોમગાર્ડ સમકક્ષ વેતન ચૂકવવા માંગ કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા ગ્રામરક્ષકદળ વાંકાનેર દ્વારા મામલતદાર લેખિત રજુઆત કરી તેઓને આ કાળઝાળ મોંઘવારીના સમયમાં જાજુ નહિ પરંતુ હોમગાર્ડ ને આપવામાં આવે છે તેવું દૈનિક ભથ્થુ આપવા માંગણી ઉઠાવવા માં આવી છે.
1947 થી પોલીસ સાથે ખભે ખભા મિલાવી કામ કરતા ગ્રામરક્ષકદળના જવાનોને હાલમાં માત્ર 100 ભથ્થુ અને 30 બસ ભાડું મળી માત્ર 130 રૂપિયા ચુકવવામાં આવે છે જે મોંઘવારી ના પ્રમાણમાં ખૂબ ઓછા છે. વધુમાં ગ્રામરક્ષકદળ ની જેમ જ ફરજ બજાવતા હોમગાર્ડને 300 રૂપિયા ચુકવવામાં આવે છે આથી જીઆરડીના જવાનોને હોમગાર્ડ જેમ વેતન ચૂકવવા માંગણી કરવામાં આવી હતી.

 

- text