મોરબી માં એલસીબી એ સૌરાષ્ટ્રભર માં મોબાઇલ ચોરતી તસ્કર ત્રિપુટી ઝડપી

- text


મોરબી માં એલસીબી એ આજે સૌરાષ્ટ્રભર માં મોબાઇલ ચોરતી તસ્કર ત્રિપુટી ને ઝડપી લીધી હતી.જેમાં મુખ્ય સૂત્રધાર સાથે જસદણ એસટી ના ક્લાર્ક તથા રત્નકલાકાર સાથે ચોરાઉ મોબાઈલની લેતીદેતી માં સંડોવાયેલા હોવાનું ખુલતા પોલીસે હાલ ત્રણેય શખ્સો ને 38 ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી એલસીબી ના ઇન્ચાર્જ પી આઈ આર ટી વ્યાસ સહીત ના સ્ટાફે આજે બાતમી ના આધારે એલ.ઈ.કોલેજ પાસે જીજે 03 જેકે 4375 નંબર ના એક્ટીવા માં મોબાઈલ વેચવા આવેલા અશ્વિન મગનભાઈ મકવાણા રહે રાજકોટ ,શૈલેષ જહાભાઈ ભરવાડ રહે બાબરા અને કૌશિક જીતેન્દ્રભાઈ બાવાજી રહે જસદણ ને 38 નંગ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લીધા હતા.પોલીસ ના જણાવ્યા મુજબ અશ્વિન મકવાણા મોબાઇલ ચોરી નો માસ્ટર માઈન્ડ છે.જયારે કૌશિક બાવાજી જસદણ માં એસટી વિભાગમાં ક્લાર્ક અને શૈલેષ ભરવાડ રત્નકલાકાર છે.જેમાં અશ્વિન મકવાણા મોટા ભાગે વિધાર્થીઓ કે યુવાનો પાસે જઇ વાતો માં ભોળવી તેમને ચા લેવા માટે 20 રૂપિયા આપી મોબાઈલ લઈને છળ કપટ થી મોબાઇલ ચોરી ના બનાવનો અંઝામ આપતો હતો.આ રીતે તેણે રાજકોટ શહેર માં 20,મોરબી માં 17 ,ટંકારા ,અમરેલી,શાપર-વેરાવળ સહીત ના સ્થળો એ 38 જેટલા મોબાઈલો ની ચોરી કરી હતી.અશ્વિન મોબાઇલની ચોરી કરી ને બંને શખ્સો ને આપી દેતો.બાદમાં એ બંને શખ્સો ચોરાઉ મોબાઈલ ને વેંચી નાખતા હતા.પોલીસે હાલ ત્રણેય શખ્સો ની ધરપકડ કરી રિમાન્ડ ની તાજવીજ હાથ ધરી છે

- text