ભારે વરસાદની આગાહીને પગલે રવિવારે તમામ કચેરી ચાલુ રાખવા આદેશ

- text


મોરબી:તારીખ ૨૦ થી ૨૩ ઓગષ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે રવિવારની રજા રદ્દ કરી તમામ કચેરીઓ ચાલુ રાખવા આદેશ કર્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ૨૦ થી ૨૩ દરમિયાન ભારે વરસાદની આગાહી આપતા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની સૂચનાને પગલે આગોતરું આયોજન કરવા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે જિલ્લાની તમામ સરકારી કચેરીઓ આવતીકાલે રવિવારે ચાલુ રાખવા આદેશ કરી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ જારી કર્યો છે.

- text

- text