મોરબી તાલુકાના સાત ગામો માટે પીવાના પાણીની યોજના મંજુર

- text


રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે વાંકળા,ખરેડા, રંગપર બેલા સહિતના ગામોને ઘોડાદ્રી ડેમમાંથી જૂથ યોજના મારફતે પાણી મળશે

- text

મોરબી:મોરબી તાલુકાના વાકળા,ખરેડા,ઝીકિયારી સહિતના સાત ગામો માટે ઘોડાદ્રી ડેમમાંથી રુપિયા ૭.૫૬ કરોડના ખર્ચે જૂથ પાણી પુરવઠા યોજના મંજુર કરવામાં આવતા ગ્રામજનોમાં હરખની હેલી ઉઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાણી પુરવઠા બોર્ડ દ્રારા મોરબી તાલુકાના વાકળા,ખરેડા,ઝીકિયારી,ચકમપર,રંગપર,બેલા,શનાળા(તળાવીયા),અને બે પેટાપરા સહિત સાત ગામો માટે પીવાનું પાણી પૂરું પાડવા રૂ.૭.૫૬ કરોડના ખર્ચે જૂથ યોજના મંજુર કરવામાં આવી છે.
ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા,કાંતિભાઈ અમૃતિયા તથા સાંસદ મિહનભાઈ કુંડારિયાની સફળ રજૂઆતને પગલે પાણીપુરવઠા મંત્રી બાબુભાઇ બોખીરિયાએ મજૂરી આપી છે.
આ જૂથ યોજના મંજુર થતા ઉપરોક્ત સાત ગામોને નિયમિત ક્ષારમુક્ત પાણી મળશે,યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી માળતાં મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ તાકીદે યીજના પૂર્ણ કરવા પા.પૂ.બોર્ડને તાકીદ કરી છે.

- text