મોરબી-રાજકોટ ફોરલેનનું કામ તાકીદે શરૂ કરવાની માંગ

- text


વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ

મોરબી : મોરબી-રાજકોટ રોડ પર રોજના અસંખ્ય વાહનો અવરજવર કરે છે. ટ્રાફિક સમસ્યાઓ સાથે અકસમાતોનો પણ ભય સતત રહે છે.જેથી લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે. રાજકોટ-મોરબી ફોર લેન બનવાની વાતો તો ઘણા સમયથી ચાલે જ છે, પરંતુ હજી સુધી તે માટેના કામની શરૂઆત થઈ નથી. તેથી વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના જિલ્લા મંત્રી હસમુખ ગઢવીએ મોરબી જિલ્લા કલેક્ટર અને ગુજરાત મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને સંબોધીને રજુઆત કરવામાં આવી છે કે, મુખ્યમંત્રી દ્વારા મોરબી રાજકોટ રોડને ફોરલેન કરવાની જાહેરાત કરાયા બાદ હજુ સુધી આ કામ શરુ કરાયું નથી જેથી સમયસર મોરબી રાજકોટ ફોર લેન રોડનું ભૂમિ પૂજન અને ખાત મુહૂર્ત કરવામાં આવે અને જલ્દી કામ શરૂ થાય અને લોકોની મુશ્કેલીઓનો અંત આવે એવી માંગણી કરવામાં આવી છે.

- text

- text