મોરબી જીલ્લામાં રોડ રસ્તા તેમજ અન્ય સમસ્યાઓનું નિરાકરણ કરવા કોંગ્રેસની માંગ

- text


મોરબી : મોરબી જીલ્લામાં રોડ રસ્તા તેમજ શહેર ની સમસ્યાઓનું નિરાકરણ કરવાની માંગ સાથે કોંગ્રેસ આગેવાન કે.ડી.બાવરવા દ્વારા રાજયના મુખ્ય સચિવને રજૂઆત કરી હતી કે મોરબી ને જીલ્લા મથક જાહેર કરવામાં આવ્યાને ઘણો સમય થવા છતાં ઘણી બધી મુશ્કેલીઓ નું નિવારણ કરવાનું બાકી છે. જેની રજુઆતો આ અગાઉ થયેલ છે. પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવેલ નથી .જે ખુબ જ દુઃખદ બાબત છે. તો અમો નીચેની વિગતે આપ સાહેબ શ્રી ને આ સમસ્યાઓનું નિવારણ લાવવા યોગ્ય કરવા વિનંતિ કરીએ છીએ .

- text

(૧) મોરબી બાયપાસ રોડ પર આવેલ નવલખી રેલ્વે ફાટક પાસે ઓવર બ્રીજ બનાવવાની ખાસ જરૂરીયાત છે. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતિ.
(૨) ટંકારા તાલુકા ના ટંકારા ગામ માંથી પસાર થતો રાજ્ય ધોરી માર્ગ ઘણા વરસો થી ખુબજ બિસ્માર હાલત માં છે. ખુબજ રજુઆતો કરવા છતાં તેનું નિરાકરણ આવેલ નથી .તો આ બાબતે યોગ્ય કરવા વિનંતિ.
(૩) મોરબી ના મહેન્દ્રનગર પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર માળિયા ફાટક તરીકે ઓળખાતી ચોકડી (ચાર રસ્તા) પાસે ઓવરબ્રીજ બનાવવાની ખાસ જરૂરીયાત છે.તો તાકીદે ઓવેર બ્રીજનું કામ પૂરું કરવું
(૪) મોરબી ની નટરાજ ફાટક પાસે પણ ખુબજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તો ત્યાં ડાયવર્ઝન અથવા ઓવરબ્રિજ બનાવવા યોગ્ય કરવા વિનંતિ.
(૫) મોરબી શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલત માં છે. તેને તાત્કાલિક રીપેર કરાવવા યોગ્ય કરવા વિનંતિ.

- text