મોરબીની મુલાકાત લેતા કેન્દ્રીય ચૂંટણીપંચના ઓબ્ઝર્વર

- text


ઇવીએમના એફએલસી ચકાસણીની પૂર્વ તૈયારી અંગે તપાસણી કરી કચ્છ રવાના

મોરબી : આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગઈકાલે કેન્દ્રીય ચૂંટણીપંચના ઓબ્ઝર્વર એસ.બી.જોશી મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ઇવીએમના એફએલસી ચેકીંગની પૂર્વ તૈયારીનું નિરીક્ષણ કરી કચ્છ રવાના થયા હતા.
આગામી વિધાનસભાની ચૂંટણી તૈયારીને લઈ કેન્દ્રીય ચૂંટણીપંચના ઓબ્ઝર્વર એસ.બી.જોશી સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લાની ઇવીએમની એફએલસી ચકાસણી એટલે કે અગાઉની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવેલા ઇવીએમનો ડેટા ડિલિટ કરી રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમ ચકાસણી કાર્યવાહીની તૈયારી જોવા માટે રાજકોટ,પોરબંદર,મોરબી અને કચ્છ જિલ્લાની મુલાકાતે છે જેમાં ગઈકાલે મોરબી જિલ્લામાં નિરીક્ષણ કર્યું હતું.
આ અંગે મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણીપંચના ઓબ્ઝર્વર મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ઇવીએમના એફએલસી ચકાસણીની તૈયારીઓ અંગે રીવ્યુ કર્યો હતો.
વધુમાં મોરબી જિલ્લામાં આગામી તારીખ 29 ના રોજ વીસી હાઈસ્કૂલ અથવા તો પોલીટેકનીક કોલેજના મધ્યસ્થ હોલ ખાતે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઇવીએમની એફએલસી ચકાસણી કરવામાં આવનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

- text

- text