મોરબીમાં સ્વાઇનફલુના ત્રણ શંકાસ્પદ કેસ

- text


સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી અલગ સ્વાઇનફ્લુ વોર્ડ ઉભો કરાયો

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્ ગુજરાતમાં હાહાકાર મચાવી રહેલ સ્વાઇન ફ્લૂએ અંતે મોરબી પણ દેખા દીધા છે ગઈકાલે સાંજે સ્વાઇન ફ્લૂના લક્ષણો સાથે ત્રણ દર્દીઓ દાખલ થતા તાબડતોબ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માં સ્વાઇનફ્લુએ દેખા દીધી છે.ગઈકાલે સાંજે મોરબીના યમુના નગરમાં રહેતા જાગૃતિબેન અમિતભાઇ ઉ.29,મહેન્દ્રનગરમાં રહેતા ભાવેશભાઈ મકવાણા ઉ.17,અને રોહિદાસપરામાં રહેતા બલદેવભાઈ મગનલાલ ઉ.25 નામના ત્રણ વ્યક્તિઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં આ ત્રણેય દર્દીઓમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખા દેતા તેમના માટે અલગ વોર્ડ ઉભો કરી તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
આ મામલે સિવિલ સુપ્રિન્ટેડેન્ટ ડો. દુધરેજીયાનો સંપર્ક સાધતા તેઓ એ મોબાઈલ ફોનનો રીપ્લાય આપ્યો ન હતો.

- text

 

- text