કાલથી સસ્તા અનાજના વેપારીઓ માલ નહિ ઉપાડે : કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

મોરબી : મોરબી શહેર જિલ્લાના સસ્તા અનાજના વેપારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી 15 ઓગષ્ટ બાદ વિતરણ માટેનો જથ્થો નહિ ઉપાડે તેવું સ્પષ્ટ કર્યું હતું.

સસ્તા અનાજના વેપારીઓ દ્વારા કમિશન વધારાથી લઈ જુદી-જુદી 15 બાબતોની માંગણી સરકાર સમક્ષ મૂકી છે ને આ માંગણીના ઉકેલ માટે સરકારે રચેલી કમિટી ની ભલામણો બાદ પણ સરકારે હકારાત્મક પ્રતિસાદ ન આપતા અંતે રાજ્યભરના વેપારીઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવી જથ્થો ઉપાડવા બંધ કરવા નક્કી કર્યું છે. જે અંતર્ગત મોરબી શહેર જિલ્લાના વેપારીઓએ આજે કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.