મોરબી માં 700 વર્ષ જૂનું શીતળા માં નું મંદિર

આજે સાતમે શીતળા માતાજી ના મંદિરે મહિલાઓનો સાદાઈથી યોજાયો મેળો : હજારો મહિલાઓ ઉમટી પડી ને માતાને પ્રસાદ ધરી ને પરિવારના કલ્યાણની પ્રાર્થના

મોરબી : મોરબી ના મચ્છુ નદી ના કાંઠે આવેલા 700વર્ષ પુરાણા પ્રાચીન શીતળા માતા ના મંદિર નો અનોખો મહિમા છે. ખાસ કરી ને શીતળા માતા પ્રત્યે મહિલાઓને વિશેષ અપાર શ્રદ્ધા છે. તેથી વર્ષોની પ્રણાલી મુજબ આજે શીતળા સાતમ ના દિવસે મહિલાઓનો આ મંદિરે સાદાઈ થી મેળો ભરાયો હતો. જેમાં હજારો મહિલાઓ પોતાના બાળકો સાથે ઉમટી પડી ને માતા ના દર્શન કરી જુદા જુદા પ્રસાદ ચઢાવી ને પરિવારના કલ્યાણની પ્રાર્થના કરી હતી.

રામઘાટ પાસે મચ્છુ માતાના મંદિર સામે આવેલા શીતળા માતાના પ્રાચીન મંદિર વિદ્વશે એવી લોકવાયકા છે કે, આ મંદિર 700 વર્ષ પહેલા શીતળામાં , ધાસી માં, બલિયા દેવ અને રાતવેલીયાદેવ ની મૂર્તિ 700 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થઇ હતી આ દેવીદેવતાઓ માં ખાસ કરી ને વર્ષોથી મહિલાઓમાં વિશેષ શ્રદ્ધા છે. બાળકો ને ઓરી, અછબડા , આઓંખોએ, સહિતના દર્દો હોય તો જુદી જુદી પ્રસાદી ચઢાવી ને માનતા ઉતારાય છે. આ દેવી દેવતાઓ ની માનતા રાખવાથી કોઈપણ દર્દ મટી જતું હોવાની મહિલાઓમાં માન્યતા છે. આથી મહિલાઓ બાધા, આખડી, માનતા રાખી ને શીતળા માં સહિતના દેવી દેવતાઓ ને દર્દ પ્રમાણે જુદી જુદી ખાદ્યવસ્તુઓ નો ભોગ ધરે છે. શીતળા સાતમે આ મંદિર માં દર્શન નું અનેરું મહત્વ છે. વર્ષો થી શીતળા માતાના મંદિરે હજારો મહિલાઓ પોતાનો બાળકો સાથે ઉમટી પડે છે. આજે શીતળા સાતમના દિવશે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ દર્શન કરવા ઉમટી હતી અને રાખેલી માનતાઓ તથા બાધાઓ ઉતારી હતી। શીતળા માતા ને ચૂંદડી, સાકાર, પતાશા, નેણ , આંખ, હાથ પગ, ઘઉં, કુલેર સહીત ની પ્રસાદી ચઢાવી ને પોતાના પરિવાર ના રક્ષણની પ્રાર્થના કરી હતી. તથા તેમના બાળકો ને સાદાઈ થી યોજાતા મેલા ની મોજ કરાવી હતી.