મોરબીના સિધેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજા આરતી

- text


મોરબી : શનાળા રોડ ગુ.હા.બોર્ડ માં આવેલું શિવાલય લોકો માં વિશેસ આસ્થાનું કેન્દ્ર છે.શ્રાવણ માસમાં શિવ મહિમા વિશેષ હોવાથી મહા આરતી , મહાપુજા,અભિષેક શિવલિંગ આને વિશેષ શૃંગાર સહિતના ધાર્મિક વિધિ વિધાન કાર્યો કરીને ભગવાન ભોળાનાથ ને રીઝવવા ભક્તો પ્રયાસ કરી રહયા છે.
શહેર ના શનાળા રોડ ઉપર ગુ.હા.બોર્ડ માં આવેલા સિધેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ ભક્તી સભર કાર્યક્રમોથી સમ્રગ વિસ્તાર શિવ ભક્તિ માં તલ્લીન થઈ જાય છે. શ્રાવણ માસમાં ભાવિકોનો દર્શન માટે ભારે ઘસારો રહે છે. લોકો દરરોજ ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શિવલિંગ પાર વિવિધ સામગ્રીનો અભિષેક બીલીપત્ર તથા વિશેષ શૃંગાર કરવામાં આવે છે. 21 વર્ષ પહેલા આ શિવ મંદિર બન્યું હતું . જેમાં નર્મદા જીલ્લા માંથી કુદરતી રીતે બનવાયેલું શિવલિંગ આ મંદિર માં સ્થાપિત કરાયું છે. શ્રાવણ માસ માં 108 દીપમાળા કરવાનું અનેરું મહત્વ છે. તેથી આજે 540 કોળિયા ની ભાવિકો દ્વારા દીપમાળા કરીને એક કલાક થી વધુ સમય સાથે ભક્તિ સભર સાજિંદા ગ્રુપ સાથે સંગીત ના તાલે મહાઆરતી કરીને ભગવાન શિવ ની પ્રાર્થના કરવામાં આવી હતી. આ મંદિર ના પુજારી પ્રવીણગિરી ગોસાઈ કહે છે કે ,શ્રાવણ માસ માં પૂજા,અભિષેક ,દીપમાળા સહિતના ધાર્મિક કર્યો કરીને ભગવાન શિવ ની આરાધના કરવામાં આવે છે.

- text