મોરબીમાં ૬ મહિલાઓ સહિત ૮ જુગારી ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે જુગારધામ પર દરોડો પાડી છ મહિલાઓ સહિત આઠ જુગારીઓને રૂપિયા 50750ની રોકડ સાથે ઝડપી લેતા ચકચાર જાગી છે.મોરબીમાં શ્રાવણીયો જુગાર રમતા મહિલાઓ પકડાઈ હોય તેવો આ સીઝનમાં પહેલો કિસ્સો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા-1 માં જુગારધામ ધમધમતું હોવાની એએસઆઈ આર.ટી.વ્યાસને બાતમી મળતા મીનાજભાઈ ખોજાના ઘરે દરોડો પાડતાં મીનાજભાઈ ખોજા,મલેકબેન મીનાજભાઈ ખોજા,મુમતાજબેન આમદભાઈ ખોજા,બરકતઅલી રજબઅલી ખોજા,જુબેદાબેન બહાદુરભાઈ ખોજા,ફરીદાબેન હનીફભાઈ ખોજા,ભાવનાબેન ઉર્ફે સંગીતાબેન જીતેન્દ્રભાઈ લોહાણા અને દિલશાબેન બહાદુરભાઈ મળી કુલ આઠ આરોપી 50750ની રોકડ રકમ સાથે ઝડપાઇ ગયા હતા.
એ ડિવિઝન પોલીસે આ મામલે આરોપી મીનાજભાઈ તથા તેમના પત્ની વિરુદ્ધ આર્થિક ફાયદા માટે જુગારનો અખાડો ચાલવા મામલે તેમજ અન્ય આરોપીઓ વિરુદ્ધ જુગરધારા અન્વયે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- text