હળવદમાં તસ્કરો આખે-આખી તિજોરી ઉપાડી ગયા

હળવદ : હળવદમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ મોબાઈલ દુકાનમાંથી મોટો હાથ ફેરો કર્યાના ગણતરીના દિવસોમા જ બે સ્કૂલ અને કરિયાણાની દુકાનમાં ત્રાટકી આખે-આખી તિજોરી જ ઉઠાવી જતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં બે સ્કુલ અને કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને સદભાવના સ્કુલમાંથી ૧૭ મણ વજનની તીજોરી ઉઠાવી ગયા હતા.જ્યારે મંગલમ સ્કુલમાંથી તસ્કરો પરચુરણ માલસામાનની ચોરી કરી હતી.
આ ઉપરાંત નિશાચરોએ રઘુવીર સોસાયટીમાં કરિયાણાની દુકાન તોડી દુકાનમાંથી તેલના ડબ્બા સહિતના સામાનની ચોરી કરી હતી. આમ,અઠવાડિયામા જ હળવદમાં લૂંટ,ચોરીની ઘટનામાં ઉપરા છાપરી વધારો થતાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.