ટંકારા : પૌરાણિક ભીમનાથ મહાદેવના દર્શનાથે મનાવ મહેરામણ ઉભરાયો

- text


ટંકારા : તાલુકાના લજાઈથી આશરે ૩ કિ.મી દુર આવેલ પ્રસિધ્ધ પૌરાણિક “ભીમનાથ મહાદેવ” ના દર્શનાર્થે શ્રાવણમાસના પવિત્ર તહેવર સાતમ-આઠમના દિવસે માનવ મહેરામણ ઉભરાયો છે. આશરે ૧૫ હજાર ભાવિકોઅે ભીમનાથ મહાદેવના દર્શન કર્યા છે. પૌરાણિક કથા અનુસાર આ મંદિરની સ્થાપના ખુદ ભીમે કરી હોવાનું મનાય છે અેટલા માટે ” ભીમનાથ મંદિર ” તરીકે અોળખવામાં આવે છે. ભીમનાથ મંદિરના મહંતશ્રી સોહમદતબાપુની ગૌ સેવા તો છેલ્લા ૫૦ વર્ષથી પ્રખ્યાત છે તે સૌ કોઈ જાણે છે. લજાઈ ગામમાં ગૌશાળાની સ્થાપના સોહમદતબાપુઅે કરેલ છે. ભીમનાથ મંદિરથી થોડે દુર લજાઈ ગામ આવેલ ત્યાં જોગણીયું ભીમથી લજ્જાણી હોવાથી તે ગામનું નામ હાલનું “લજાઈ” પડ્યું હોવાનું પુરવાર થાય છે.

 

- text