સ્વર્ગસ્થ પિતાના બેસણામાં 700 રોપાનું વિતરણ કરતા નાયબ કલેક્ટર

- text


મોરબીમાં ભોરણિયા પરિવાર દ્વારા દુઃખદ પ્રસંગે નવો રાહ ચીંધી પર્યાવરણ જતનનો અમૂલ્ય સંદેશો આપ્યો

મોરબી : મૂળ હળવદના દેવળીયા ગામના વતની અને હાલ મોરબી રહેતા તેમજ જામનગરના લાલપુરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ ભોરણીયાના પિતા મગનભાઈ ભોરણીયાનું અવસાન થયા બાદ તેમનું બેસણું યોજવામાં આવ્યું હતું. જે બેસણામાં આવનાર તમામ સગા સ્નેહીઓને રોપા વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિ માટેનો સંદેશ આપીને દુખદ પ્રસંગમાં પણ ભોરણીયા પરિવારે પ્રેરણાદાયી કાર્ય કરી સામાજિક ફરજ નિભાવી છે. સ્વર્ગસ્થ પિતાના બેસણામાં રોપાનું વિતરણ કરતા નાયબ કલેક્ટર જીતેન્દ્ર ભોરણિયાએ જણાવ્યું હતું કે પિતાના બેસણામાં આવનાર દરેક લોકોને રોપણી વિતરણ કરાયું હતું. કુલ 700 લોકોને રોપા અપાય હતા. મારા પિતાને પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યે વિશેષ લગાવ હતો. તેથી પર્યાવરણ જાગૃતિ માટે તેમના બેસણામાં આવનાર તમામ સ્નેહીજનોને વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text