15 ઓગષ્ટ અને જન્માષ્ટમી એક સાથે : મોરબીમાં દેશભક્તિ અને કૃષ્ણભક્તિ ચરમ સીમાએ

- text


મોરબી : જન્માષ્ટમી અને સ્વતંત્રતાપર્વ 15 ઓગષ્ટ એક સાથે આવતા લોકો દેશભક્તિ અને કૃષ્ણભક્તિમાં એકાકાર બની બંને પર્વની ઉજવણીમાં મગ્ન બન્યા છે.
મંગળવારે કૃષ્ણ જન્માષ્ટમી અને 15 મી ઓગષ્ટ સ્વતંત્રતાપર્વ નો અનોખો યોગ સર્જાયો છે ત્યારે આવતીકાલે સવારે વિહિપ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં અનેક વાહનોમાં ફ્લોટ્સ સાથે પરંપરાગત વસ્ત્રો સાથે લોકો જોડાશે ઉપરાંત અવનવા કરતબો પણ રજૂ કરશે આ વિશાળ શોભાયાત્રામાં કાલિકાપ્લોટ સહિતના વિસ્તારોમાંથી નીકળેલી શોભાયાત્રા જોડાઈ જશે. જન્માષ્ટમીપર્વને અનુલક્ષીને મોરબી શહેરમાં ઠેર-ઠેર ધજા પતાકા લગાવાયા છે અને દરેક વિસ્તારોમાં નાના મોટા ફ્લોટ્સ પણ ઉભા કરી લોકો શ્રીકૃષ્ણના જન્મને વધાવવા ઉત્સુક બન્યા છે.
બીજી તરફ 15મી ઓગષ્ટની ઉજવણીને લઇ મોરબીમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો છે.જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ટંકારા ખાતે થનાર છે ઉપરાંત જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકા,પોલિસપરેડ ગ્રાઉન્ડ તેમજ જુદી-જુદી શાળા કોલેજોમાં પણ ધ્વજ વંદન અને અન્ય દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન થયું છે.

- text

મોરબીમાં જન્માષ્ટમીએ મીની વેકેશનનો માહોલ

મોરબી : આજ થી જન્માષ્ટમીની રજાઓનો માહોલ શરૂ થવાની સાથે ચાર દિવસનું મીની વેકેશન શરૂ થતાં મોરબીની શોખીન પ્રજા પોત પોતાના ડેસ્ટિનેશન પર પહોંચવા રવાના થઈ ગઈ છે.
રાંધણ છઠ્ઠથી જન્માષ્ટમીની રજાની શરૂઆત થઈ ગઈ છે. હરવા ફરવાની શોખીન મોરબીની પ્રજા આજ થી જ પોતાના મનપસન્દ જગ્યાએ રવાના થઈ ગઈ છે. જન્માષ્ટમીની રજાઓનો લાભ મળતા મોરબીના લોકો કોઈ ગોવા તો કોઈ દિવ અને વિદેશ ફરવાના શોખીનો હવાઇમાર્ગે પોતપોતાની મનપસંદ જગ્યાએ જવા રવાના થયા છે. જયારે સામાન્ય વર્ગના લોકો પણ પોતપોતાના ગમતા સ્થળોએ જવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં અનુકૂળતા મુજબ સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનની યાત્રાએ લોકો પરિવાર સાથે વેકેશન મળવા રાવણ થઇ ગયા છે. બીજી તરફ છૂટીના માહોલમાં મોરબીના જાહેર માર્ગો સુમસામ ભાસી રહ્યા છે.અને બહાર નહિ જનાર લોકો અત્રેના લોકમેળાની મજા માણી રહ્યા છે.

- text