સ્વાઇનફ્લુ ના ખતરાને પગલે મોરબી શહેર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરાશે

- text


સોમવારથી મોરબીમાં પાંચ સ્થળે સ્વાઇનફલૂ વિરોધી ઉકાળા વિતરણ

મોરબી : રાજ્યમાં સ્વાઇનફ્લૂએ મચાવેલા હાહાકારને પગલે મોરબી જિલ્લામાં અગમચેતીના પગલાં રૂપે ડોર ટુ ડોર સર્વે કરી આવતીકાલે સોમવારથી શહેર જિલ્લામાં સ્વાઇનફલૂ વિરોધી ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં સ્વાઇનફ્લુનો ખતરો જોતા ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ યોજી તમામ જિલ્લામાં તકેદારીના પગલાં ભરવા સૂચના આપી હતી જેને પગલે મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ લાયન્સ કલબ મોરબી વૈદ્યસભા મોરબી સહિતની સંસ્થાઓ સાથે મિટિંગ યોજી હતી. મિટિંગમાં નક્કી થયા મુજબ આવતીકાલે સોમવારથી મોરબી શહેરમાં નગર દરવાજા ચોક,જેલરોડ,નવા બસસ્ટેન્ડ,જુના બસસ્ટેન્ડ અને ઉમિયા સર્કલ ખાતે સ્વાઈફલુ પ્રતિરોધક ઉકાળા અને ઉકાળાના પેકેટનું વિતરણ કરવામાં આવશે જેનો મોરબી શહેર જિલ્લાની જનતાએ બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરાયો છે.
દરમિયાન સ્વાઇનફલુ અંગે હાલ ડોર ટુ ડોર સર્વે કરી સ્વાઇન ફલૂ અને જાગૃતિ-સાવચેતી માટે સ્ટીકર છપાવી લોક જાગૃતિની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખટાણા અને જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text

- text