મોરબીમાં વીમો પકવવા ટ્રક ચોરીની ફરિયાદ કરતા એલસીબીએ ભાંડો ફોડ્યો

- text


ટીમ્બડી પાટિયા નજીક ટ્રક ચોરીની ઘટનામાં ફરિયાદી જ આરોપી નિકળ્યો

મોરબી : મોરબીના ટીમ્બડી પાટીયેથી એક સાથે બબ્બે ટ્રક ચોરાવાની ઘટનામાં એલસીબીએ મોટો ખુલાસો કરી ખુદ ટ્રક માલિકે જ વીમો પકાવવા ટ્રક ભંગારમાં વેચી ખોટી ફરિયાદ કર્યાનું તરકટ ખુલ્લું પાડ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા લાલજીભાઈ કલાભાઈ આગોલાએ પોતાની માલિકિના બે ટ્રક કે ટીમ્બડી પાટીયે પડ્યા હતા ત્યારે ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ મામલે એલસીબી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ફરિયાદી પોતેજ આરોપી નીકળ્યા હતા અને પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે પોતે ટ્રક ભંગારમાં વેચી મારી ખોટી ફરિયાદ લખાવી હતી.
આ મામલે પોલિસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text