મોરબીમાં વધુ 14 જુગારી ઝડપાયા

- text


મોરબી : મોરબી પંથકમાં જુગારીઓને ઝડપી લેવા પોલીસ સક્રિય થઇ છે. પોલીસે મોરબી શહેર અને તાલુકા માંથી વધુ 14 જુગારીને ઝડપી લીધા હતા જેમાં મોરબી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર કેનાલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા દેવજી વિક્રમ પરમાર, જશ્મત નાથુ ફેફર, સહદેવસિંહ તેજુભા ઝાલા, દામજી કાનજી પટેલ, હરિલાલ રણછોડ સતવારાને રૂ. 1.35 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. જયારે મોરબી તાલુકા પોલીસને મકનસર ગામે ભક્તિનગર-૨માં જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ કરશનભાઈ પાટડીયા, મગાભાઇ ભગાભાઈ જીજવાડીયા, વલમજી પ્રાગજીભાઈ વાલક, જીતેન્દ્ર બટુકભાઈ કેસાણી, રોહિત ભીખાભાઈ પઢીયાર,પર્વત અરજણભાઈ ચૌહાણ, વિસુભાઈ શંભુભાઈ ઉદેચા, ભાવેશ ધનજીભાઈ ડોડીયા અને અશ્વિન હરિદાસભાઈ ગોંડલીયા સહિતના ૯ આરોપીને રોકડ રકમ ૭૫૦૯૦ સાથે ઝડપી પડ્યા છે.મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text