મોરબીના ઝીંઝુડામાં જૂનો ખાર રાખી યુવાન પર હુમલો

- text


મોરબી : મોરબી તાલુકાના ઝીંઝુડા ગામમાં સોલંકી નગરમાં રહેતા અવશીભાઈ પુંજાભાઈ અખીયાણી (ઉ.36)એ કાલે રાત્રે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છેકે તેના જ ગામમાં રહેતા ઇલુભાઈ બાબુભાઇ લાલવાણી, ભગાભાઇ બાબુભાઇ લાલવાણી અને ખીમાભાઇ છેલુભાઈ લાલવાણીએ પહેલા મીઠાના અગરનું કામ રાખતા મનદુઃખ થયું હતું.તેનો ખાર રાખી ફરિયાદી અવશીભાઈ અને તેના નાનાભાઈ પર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરતા ફરિયાદીને કાનમાં મૂંઢ માર લાગ્યો હતો જ્યારે નાનાભાઈ ને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. આ બનાવની મારામારીની તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text