મોરબીમાંથી બે વાહન ઉઠાવગીર ઝડપાયા

- text


ધ્રાંગધ્રાના બે શખ્સોને ચોરાવ મોટરસાયકલ સાથે ઝડપાયા અનેક વાહનચોરીના ભેદ ખુલશે

મોરબી: મોરબી એ ડિવિઝન પોલીસે ચોરાવ મોટરસાયકલ સાથે બે વાહન ઉઠાવગીરને ઝડપી લેતા અનેક વાહનચોરીના ભેદ ખુલવાની શકયતા છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે મહેશ કમભાઈ મેથાણીયા અને સંજય ધનાભાઈ ઉઘરેજા નામના ધ્રાંગધ્રાના બે શખ્સોને ચોરાવ મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
વધુમા પોલીસ ગિરફતમાં પકડાયેલા બન્ને શખ્સો પોપટ બની ગયા છે અને વાહનચોરીના અન્ય કિસ્સાઓની હકીકત ઓકાવવા પોલીસે બંને શખ્સોની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

- text