મોરબીના સસ્તા અનાજના દુકાનદારો 1લી સપ્ટેમ્બરથી જથ્થો નહિ ઉપાડે : સોમવારે આવેદનપત્ર આપશે

- text


જુદી-જુદી 13 પડતર માંગણીનો ઉકેલ ન આવતા પરવાનેદારો લડી લેવના મૂડમાં

મોરબી : સસ્તા અનાજના પરવાનેદારોની પડતર માંગણી ન સંતોષાતા આગામી 1 સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી લડત આપવા નક્કી કરી પરવાનેદારોએ પરમીટ કે જથ્થો નહિ ઉપાડવા નક્કી કર્યું છે આ લડાઈમાં મોરબીના વેપારીઓ પણ જોડાશે અને સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા નક્કી કર્યું છે.
મોરબી સહિત સૌરાષ્ટ્ર – કચ્છના સસ્તા અનાજના દુકાનદારો એ ફરી લડતનો ધોકો પછાડયો છે, જીએસટી – કમીશન – આધારકાર્ડ સહિત કુલ ૧૩-૧૩ મુદ્દા અંગે બનાવાયેલ કમિટિની બેઠક મળી, અને આમ છતાં સરકારે કોઇ નિર્ણય નહી કરતા આખરે તાજેતરમાં મળેલી બેઠકમાં ૧લી સપ્ટેમ્બરથી હડતાલ ઉપર ઉતરી જવાનું એલાન સસ્તા અનાજના દુકાનદારોએ જાહેર કરી દીધું છે.
મોરબી સસ્તા અનાજના વેપારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય વેપારી મંડળના આદેશ મુજબ તેઓ ૧૪ મીએ આવેદનપત્ર પાઠવી ૧૫મી ઓગસ્ટથી તમામ દુકાનદારો સપ્ટેમ્બરની પરમીટ નહી ઉપાડે… આ પછી ૧૫ દિ’નો સમય અપાશે અને સરકાર તેમાં પણ નિર્ણય નહી લે તો ૧લી સપ્ટેમ્બરથી અમે બેમુદતી હડતાલના પણ સંકેતો આપ્યા હતા.

- text

 

- text