મોરબીનો ક્રિષ્ના મેળો આજે સર્વધર્મ ની બાળાઓ હસ્તે ખુલો મૂકાયો

- text


જિલ્લા કલેકટરઆઈ.કે પટેલ,મહંત દામજીભગત, યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રાજુભાઈ ધ્રુવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા

મોરબી : મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ ની બાજુમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત લોકમેળાનું આજે નવતર અભગમ સાથે સર્વધર્મ ની બાળાઓના હસ્તે મેળાનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેલા -૨૦૧૭ ના ઉદઘાટન પ્રસંગે બધા ધર્મના ધર્મગુરુઓ અને અધિકારીગણ દવારા દીપપ્રાગટ્ય કરી ભારત ની એકતા અને અખડિતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને આ સાથે મોરબી ની જનતા મનોરંજન પૂરું પાડી લોકો મન ભરીને મેળો માણી શકે એવા ઉમદા હેતુથી મેળો ખુલ્લો મુક્યો હતો.
આ તકે જિલ્લા કલેકટર આઈ કે પટેલ, યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રાજુભાઇ ધ્રુવ, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી હિરેન પારેખ, જયદીપ કંપનીના દિલુભા જાડેજા, નકલંક ધામ – બગથળાના મહંત દામજી ભગત, સેન્ટમેરી સ્કૂલના ફાધર ડેવિસ, સુરેન્દ્રનગરના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર સહિતના મહાનુભાવોએ મેળાના ઉદ્દઘાટન પ્રસંગે યંગ ઇન્ડિયા ગૃપની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવનભાઈ રબારીએ જણાવ્યું હતું કે ભારતમાં વિવિધતામાં એકતા અને સર્વ ધર્મ સમભાવમાં માનતી વત્સલયમય સનાતન સંસ્કૃતિ માનતો દેશ છે તથા ભારતના લોકશાહીના પાયામાં સમાનતા અને બંધુતાના પાયાના સિદ્ધાંતો રહેલા છે ત્યારે પ્રવર્તમાન સ્થિતિ જોતા દેશમાં ભારતજોડો અભિયાન ચાલવાની ખાંસી જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ ક્રાંતિકારી વિચારી ભારતજોડો અભિયાન ની શુભ શરૂઆત રૂપે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેલા -૨૦૧૭ નું ઉદ્ઘાટન સર્વધર્મ ની બાળાઓ( હિન્દૂ,મુસ્લિમ ,શીખ ,ઈષાઇ ,)અને સમાજ રહેલ શોષિત પીડિત પછાત વર્ગ ના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. અને મોરબીની પ્રજાને અનોખા મેળાનો લહાવો આપશે. ઉદ્દઘાટન કાર્યક્રમનું સમગ્ર સંચાલન જાણીતા એન્કર શૈલેષભાઇ રાવલે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. ઉદ્દઘાટન કાર્યક્રમ બાદ પછાત વિસ્તારોના બાળકોએ તમામ રાઈડમાં બેસીને નિર્દોષ આનંદનો લ્હાવો લીધો હતો.

- text