મોરબી સીરામીક ઉદ્યોગને લાગુ રસ્તા તાકીદે રીપેર કરવા ગાંધીનગર રિપોર્ટ કરતા કલેકટર

- text


સ્થાનિક કક્ષાએ વારંવાર સૂચના આપવા છતાં રોડ-રસ્તાના કામો હાથ ન ધરતા અંતે કલેકટરે માર્ગ-મકાન સચિવને પત્ર લખ્યો

મોરબી : મોરબી સીરામીક ઉદ્યોગ દ્વારા ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સીરામીક એક્સપોનું આયોજન થનાર છે ત્યારે દેશ વિદેશથી આવતા મહેમાનો ફેક્ટરીઓની મુલાકાત દરમિયાન ગુજરાત સરકારની ખોટી છાપ લઈ ન જાય તે હેતુ થી સીરામીક ફેક્ટરીઓને જોડતા જુદા જુદા માર્ગો નું તાકીદે રીપેરીંગ અને નવીનીકરણ કરવા જિલ્લા કલેકટર મોરબીએ માર્ગ અને મકાન વિભાગના સચિવને ધગધગતો રિપોર્ટ કરતા સ્થાનિક અધિકારીઓ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.
જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે માર્ગ મકાન સચિવ ગાંધીનગરને અરજન્ટ પત્ર પાઠવી પીપળી,મહેન્દ્રનગર-હળવદ અને મોરબી થી જેતપર વચ્ચેના રોડ મરામત અને નવીનીકરણ માટે સ્થાનિકે સૂચના આપવા છતાં કરીવાહી ન થતા વાયબ્રન્ટ સીરામીક એક્સ્પો નવેમ્બરમાં યોજાય તે પૂર્વે ઉપરોક્ત માર્ગ મરામત અને નવીનીકરણ કરવા જણાવ્યું છે.

- text

- text