માળીયા(મિ)માં આનંદી સંસ્થા અને હેલ્થ વિભાગ દ્વારા સશક્તીકરણ પખવાડિક ઉજવણી

- text


માળીયા(મિ)ની આનંદી સસ્થાં અને તાલુકા હેલ્થ ઓફીસના સંકલન દ્વારા સશક્તીકરણ પખવાડીક અંતર્ગત મહિલા સશક્તિકરણ પખવાડિકની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માળીયા(મિ)તાલુકાના આજુબાજુ ગા્મ્ય વિસ્તારની તેમજ વાંઢ વિસ્તારની કિશોરીની તેના આરોગ્ય અને પોષણ – પસૅનલ હાઈજીન અંગેની માહિતી આપતો કાર્યક્રમ સરવડ પી.એચ.સી પર રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 55 કિશોરીઓ માળિયા મહિલા સંગઠન અને આંનદી સંસ્થાની ટીમ તથા પી.એચ.સી સરવડના બધા સ્ટાફ જોડાયા હતા. કિશોરીઓને આરોગ્ય સ્વચ્છતા – પસૅનલ હાઈજીન અંગે આંનદી ટીમ અને પી.એચ.સી સ્ટાફ દ્વારા સમજણ આપવામાં આવી હતી. તેમજ બધી કિશોરીઓનુ હિમોગ્લોબીન ચેક કરી ફેરી ટેબલેટ તથા હેલ્થ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીની આનંદી સંસ્થામાંથી મધુબેન પટેલ, માળિયા(મિ) તાલુકામાંથી જોશના જાડેજા તથા મેધના જાડેજા સાથે હેલ્થ વિભાગના નરેશ પરમાર, મુકેશ પરમાર અને પંકજ પીઠડીયા પણ જોડાયા હતા

- text