માળીયા(મિ) તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો : શુક્રમણિ પ્રાથમિક શાળાનો દબદબો

- text


માળીયા(મિ) ગામમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ -2017 યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા સત્યસાંઈ વિદ્યામંદિર પીપળીયા ચાર રસ્તા ખાતે યોજાયો હતો. જેમાં 10 વર્ષથી નાના અને 20 વર્ષથી મોટા ભાઈઓ બહેનોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. નૃત્ય વિભાગમાં શુક્રમણી પ્રા. શાળા જસપરના વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાન, એક પાત્રીય અભિનય અને ગીત સ્પર્ધામાં વવાણીયા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાન, રસ નૃત્ય સ્પર્ધામાં કન્યા શાળા મોટા દહીંસરાના વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાન મેળવવા બાદલ સત્યસાંઈ સ્કૂલના આચાર્ય તેમજ રમત ગમત કન્વીનર રાજ્યગુરૂએ અભિનંદન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.

- text

કલા મહાકુંભમાં શુક્રમણિ પ્રાથમિક શાળા જસાપર અવ્વલ

માળીયા કલા મહાકુંભમાં જસાપર ગામની શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળાના ૧ થી ૧૦ વર્ષ એજગ્રુપની સ્પર્ધામાં કાનગડ તેજસ્વી વિક્રમભાઇ એ રાણી લક્ષ્મીભાઇના એક પાત્રીય અભિનયમાં તેમજ કાનગડ રાધા ચંદુભાઇએ ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે ૧૧ થી ૨૦ વર્ષના એજગ્રુપમાં “રાસ” સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પ્રથમ, સમૂહ નૃત્યમાં વિદ્યાર્થીનીઓએ દ્વિતીય ક્રમ અને તબલા વાદન સ્પર્ધામાં જોષી ધવલ નિલેશભાઇ એ તૃતીય ક્રમ મેળવ્યો હતો. જસાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માળિયા તાલુકાના શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, તાલૂકા પ્રા.શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયા, માળિયા તાલુકાના બી.આર.સી. અશોકભાઈ અવાડીયા, તમામ સી.આર.સી, તાલુકા કન્વીનર તેમજ ઉપસ્થિત તમામ શિક્ષકમિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા તે બદલ જસાપર ગામ અને શાળા પરિવાર એ હર્ષની લાગણી અનુભવી હતી.

- text