હળવદમાં મોબાઇલની દુકાનમાં ચોરીઃ તસ્કરો સક્રિયઃ પોલીસ નિષ્ક્રિય

- text


રેલવે ફાટક પાસે આવેલ મોબાઇલની દુકાનમાંથી કોમ્પ્યુટર સેટ અને 30 પેનડ્રાઈવ ઉઠાવી જતાં તસ્કરો

હળવદ : શહેરમાં દિવસેને દિવસે વધતા જતા ઘરફોડ ચોરીના બનાવો, લૂંટ, દારૂના દુષણના કારણે શહેરવાસીઓ અસુરક્ષીત મહેસુસ કરે છે ત્યારે ગઈકાલે જ ધોળા દિવસે પૈસાની ઉઠાંતરીનો બનાવ બનતા હળવદવાસીઓ સહિત પંથકમાં પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠવા પામ્યા છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ, હળવદના વેગડવાવ ફાટક પાસે આવેલ નવીનભાઈ ઠાકોરની મોબાઇલની દુકાનમાંથી કોમ્પ્યુટર સેટ રૂપિયા 25 હજાર અને 30 પેનડ્રાઈવ સહિત 40 હજારના મુદામાલની ચોરી કરી તસ્કરો કળા કરી ગયા હતા. શહેરમાં તસ્કરો બેફામ ફુલ્યા ફાલ્યા છે. અને શહેરવાસીઓ આ બનતા બનાવોથી ત્રસ્ત થઈ ગયા છે ત્યારે ચોરીના બનાવના પગલે પોલીસ વામણી પુરવાર થઈ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
વેગડવાવ ફાટક પાસે આવેલ મોબાઇલની દુકાનમાંથી અંદાજે કિંમત રૂપિયા 40 હજારની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે શહેરમાં પેટ્રોલીંગ કડક કરવા વેપારી આલમમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે

- text