ટંકારા તાલુકાના ગામડાઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી ગ્રાન્ટ ફાળવો : સરપંચ એસોસિએશનની માંગ

- text


ટંકારા તાલુકાની પાંચ કે છ ગ્રામપંચાયત સિવાય એકપણ પંચાયત પાસે સ્વ-ભંડોળની ગ્રાન્ટ ન હોવાનો ધડાકો

ટંકારા: ટંકારા તાલુકાના સરપંચ એસોશિએશન દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અતિવૃષ્ટિગ્રસ્ત ગ્રસ્ત ટંકારા તાલુકાના ગામોના રોડ-રસ્તાઓને થયેલા નુક્શાનીના રીપેરીંગ માટે તાકીદે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી હતી.
ટંકારા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવેલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ હાલમાં ટંકારા તાલુકાના પાંચ કે છ ગામોને બાદ કરતાં એક પણ ગામ પાસે સ્વ-ભંડોળની ગ્રાન્ટ નથી જે ને કારણે ગામના વાડી ખેતરના આંતરિક રસ્તાઓ રીપેર કરવા તાત્કાલિક અસરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ હસ્તકની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવા માંગણી કરી હતી.
આ ઉપરાંત સરપંચ એસોસિએશન દ્વારા જુદા-જુદા 12 મુદ્દે રજુઆત કરવામાં આવી હતી જેમાં ટંકારા તાલુકાને તાત્કાલિક અસરથી અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી ખેતીવાડીની જમીનના ધોવાણ નું સર્વે કરી વળતર ચૂકવવું,પાકવિમાના નાણાં ચૂકવવા,સ્વ-ભંડોળની ગ્રાન્ટમાંથી રોજ બરોજના ખર્ચ માટે 5000 અને સ્ટ્રીટ લાઈટ પાણીની લાઈન રીપેરીંગ માટે 20000 ના કખર્ચની મંજૂરી આપવી ,વિવેકાધીન ગ્રાન્ટની ફાળવણીમાં ખર્ચ મર્યાદા દૂર કરવા મંગની ઉઠાવવામાં આવી હતી.
આ ઉપરાંત રેવન્યુ તલાટી ગ્રામ પંચાયતમાં આવતા જ ન હોવાની ચોંકાવનારી ફરિયાદ કરી તલાટીઓ નિયમિત આવે તેવી માંગણી કરવામાં આવી હતી, તેમજ ગામડામાં રાવળ હક્ક ની જમીનની સનદ આપવા જણાવાયું હતું. સરપંચોએ જણાવ્યું હતું કે સમરસ થયેલી ગ્રામપંચાયતોને હજુ સુધી સમરસ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી જે તાકીદે ફાળવી રાજ્યસભાના સાંસદની ગ્રાન્ટમાંથી પણ ગ્રામપંચાયતોને નાણાં ફળવવા અંતમાં જણાવાયું હતું.

- text

- text