રાષ્ટ્રીય તંબાકુ નિષેધ દિન નિમિત્તે મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાઈ નિબંધ સ્પર્ધા

- text


વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

માળિયા મિયાણા : મોટીબરાર ગામની સરકારી શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય તંબાકુ નિષેધ દિન નિમિત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં શાળના ધોરણ ૫ થી ૮ ના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ “તંબાકુ એક દુષણ” વિષય પર સુંદર નિબંધો લખ્યા હતા. જેમાં વિજેતા વિદ્યાર્થીઓમાં પ્રથમ ખડોલા વંશીકા ગોવિંદભાઈ, દ્વિતીય ડાંગર અવની અજયભાઈ અને તૃતીય ચાવડા માનસી સુભાષભાઈને સ્કૂલ બેગ, લંચબોક્સ, વોટરબેગ, પેડ, ક્લરબોક્સ જેવા આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ઉપસ્થિત ડૉ. બી.આર.સોલંકી અને મુકેશભાઈ પરમારનો શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા એ આભાર વ્યક્ત કર્યો હતો.

- text