હળવદમાં પત્રકાર સાથે પીએસઆઇ જાડેજાનું અણછાજતું વર્તન : જિલ્લા પોલીસવડાને ઉગ્ર રજુઆત

- text


જુગારની રેડમાં આરોપીને જવા દેવાનો ભાંડો ખુલવાના ડરે પત્રકારને ધમકાવતા ઘેરા પડઘા

હળવદ : હળવદ જીઆઈડીસીમાં જુગારની રેડ પાડવા ગયેલી પોલીસે કેટલાક આરોપીને જવા દેતા આ મામલે રિપોર્ટિંગમાં ગયેલા પત્રકાર મેહુલ ભરવાડ સાથે પીએસઆઇ એ.બી.જાડેજાએ અણછાજતુ વર્તન કરી ગાલી ગલોચ કરતા ઘટનાનાં ઘરાપ્રત્યાઘાત પડ્યા છે આ મામલે હળવદના પત્રકારોએ જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરી ઉગ્ર રજુઆત કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસીમાં જુગારની રેડ દરમિયાન મંગળવારે કેટલાક આરોપીઓને છાવરવામાં આવ્યા હોવાંનો ભાંડા ફોળ ન થાય તે માટે પત્રકાર મેહુલભાઈ ભરવાડ સાથે પીએસઆઇ એ.બી.જાડેજાએ ગાલી ગલોચ કરતા પત્રકાર આલમમાં ઘેરાં પડઘા પડ્યા હતા આ મામલે ગઈકાલે પત્રકારો દ્વારા હળવદ પીઆઇ ભટ્ટ, મામલતદાર હળવદ ઉપરાંત જિલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી દબંગગીરી કરનાર પીએસઆઈની શાન ઠેકાણે લાવવા માંગ કરી હતી. વધુમાં પત્રકારોએ કરેલી રજુઆતમાં હળવદ તાલુકામાં રેતી,ખનીજની ચોરી,દારૂ જુગારનીબદી સહિતના પોલીસની ઢીલી નીતિના પરિણામો અંગે પણ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. રજૂઆતના અંતમાં ત્રણ દિવસમાં પીએસઆઇ એ.બી.જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવેતો હળવદના પત્રકારોએ સરકારી અને રાજકીય રિપોર્ટિંગનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

- text

- text