ટંકારામાં આન બાન શાન સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ

- text


હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા : કલેકટર પણ યાત્રામાં જોડાયા

ટંકારા : આગામી 15 ઓગાષ્ટે જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે થનાર છે એ અનુસંધાને આજે  તિરંગા યાત્રા ઓરપેટ કન્યા છાત્રાલય થી નિકળી શહેર ના રાજ માર્ગ પર ફરી હતી. આન બાન શાન સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં કલેકટર પટેલ ની અધ્યક્ષતામાં તમામ ખાનગી અને સરકારી શાળા ના વિધાર્થીઓ જોડાયા
સ્વતંત્ર પ્રર્વ ની મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે થનાર છે ત્યારે તમામ તંત્ર દ્વારા તૈયારી નો ધમધમાટ શરૂ કર્યો છે તંત્ર પણ લોક સંપર્ક અને દેશ દાઝ માટે આજે સવારે 10 વાગ્યે તિરંગા યાત્રા નિકળી હતી આ યાત્રા મા ખાનગી સરકારી અને ગ્રાન્ટેડ શાળા સંચાલકો અને વિધાથી જોડાયેલ કલેકટર પટેલ યાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું  અને દેશ દાઝ અને જનુન માટે શહેર ના રાજમાર્ગો પર  આન બાન શાન સાથે ત્રિરંગા યાત્રા ફરી હતી. તિરંગા યાત્રા ને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો જેમા 14 ખાનગી શાળા સહિત ટંકારા ની સરકારી સ્કૂલો ગ્રાન્ટેડ શાળા સામાજિક કાર્યકર નગરજનો સહિત 7600 થી વધુ સંખ્યા મા રેલી નિકળી હતી ને વાતાવરણ દેશ દાઝ નુ જુનુન સર માથે ચડયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વિધાથી પણ પોતાના ગાલ પર તિરંગા ના ટેટૂ થી પોતાની દેશ પ્રત્યે ની ભાવના પ્રદર્શિત કરી હતી ખાસ સેના અને સેવા ધારી ના વાધા પણ આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતા નાની બાળકી ને ભારત માતા બની કલેકટર સાથે જ ઉભી રાખી અભીવાદન કરી જોમ અને જુસ્સો વધ્યો હતો
પટેલ સમાજ એસોસીએશન દ્વારા બિસ્કિટ અને સરબત તમામ તિરંગા યાત્રી ઉપસ્થિત સર્વે શિક્ષકો અધિકારી વર્ગ વગેરેનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

- text