મોરબીમાં પુરવઠા ગોડાઉનના ધનેડા લોકોના ઘરમાં ઘુસ્યા

- text


માર્કેટિંગયાર્ડ આજુબાજુની સોસાયટીના રહીશો ત્રાહિમામ : નિરાંતે જમી કે સુઈ નથી શકતા

મોરબી :મોરબી માર્કેટિંગયાર્ડમાં આવેલ પુરવઠા વિભાગના ગોડાઉનમાં પડેલા અનાજમાં ધનેડા નામની જીવાત થઈ જતા આ ધનેડા હવે ગોડાઉનમાંથી નીકળી આજુબાજુના વિસ્તારમાં ફરી વળ્યાં છે પરિણામે લોકોનું જીવવું દુષ્કર બન્યું છે ધનેડાના ઉપદ્રવથી લોકો નિરાંતે જમી પણ નથી શકતા કે સુઈ પણ નથી શકતા
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સનાળારોડ પર આવેલ માર્કેટિંગયાર્ડમાં પુરવઠા વિભાગ દ્વારા ગોડાઉન રાખવામાં આવ્યા છે જેમાં ઘઉં,ચોખા સહિતનો જથ્થો રાખવામાં આવ્યો છે હાલ ગોડાઉનમાં પડેલા અનાજમાં અસંખ્ય ધનેડા પડી જતા ધીમે-ધીમે આ ધનેડા આજુ-બાજુમાં આવેલ આરાધના,અંકુર અને રામેશ્વર સોસાયટી સહિતના વિસ્તારમાં ભયંકર રીતે પહોંચ્યા છે,અહીં તહીં ઉડી ઉત્પાત મચાવતા આ ધનેડા એટલી હદે વધ્યા છે કે લોકોના ઘરમાં,દીવાલમાં,છતમાં જ્યાં જુઓ ત્યાં ધનેડા જ ધનેડા દેખાય છે અને લોકો જમવા બેસે તો થાળીમાં,સુવા જાય તો પથારીમાં પણ ધનેડાનું સામ્રાજ્ય હોવાથી લોકો કંટાળી ગયા છે.
આ મામલે પુરવઠા ગોડાઉનના મેનેજર નરેશ વસાવડાનો સોસાયટીના રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હતી પરંતુ સરકારી રહે જવાબ આપી આ માટે અમદાવાદની પાર્ટીને કોન્ટ્રાકટ અપાયો છે એ આવશે અને દવા છાંટશે તેવા જવાબો આપવામાં આવ્યા હતા.
બીજી તરફ ધનેડાના અતિક્રમણ ને કારણે સોસાયટીની ગૃહિણીઓ તોબા પોકારી ગઈ છે અને દર અડધા કલાકે ઘરમાં સફાઈ કરવી પડતી હોવાનું જાણવા ધનેડાને કારણે ચાર થઈ પાંચ બાળકોને ફૂડપોઇઝનિંગ થયાનું પણ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પુરવઠાના ગોડાઉનને કારણે છેલ્લા ચાર વર્ષથી માર્કેટિંગયાર્ડ પાછળ આવેલી સોસાયટીના રહેવાસીઓને જીવવું મુશ્કેલ થયું હોવાથી હોવી આ ધનેડાના ત્રાસમાંથી મુક્તિ માટે લોકો ઉચકક્ષાએ રજુઆત કરવા નક્કી કર્યું છે.

- text