મોરબીના નવા બસસ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ

- text


મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડમાં એસટી બસ મોડી આવવા મુદ્દે આજે હડમતીયા ગામના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા અનેક મુસાફરો હેરાન થયા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી અભ્યાસર્થે આવતા લજાઈ હડમતીયા ગામના વિદ્યાર્થીઓ ને દરરોજ 12.30 કલાકે બસ મળતી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી આ બસ અનિયમિત થઈ જતા બસ છેક 3 વાગ્યા બાદ મળે છે.
બસ ની અનિયમિતતા અંગે અનેક ફરિયાદ બાદ પણ એસટી દ્વારા પગલાં ન લેવાતા આજે બપોરે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી બસોના પૈડાં થંભાવી દેતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી.

 

- text