મોરબીના લીલાપરમાં જુગાર ધામ પર પોલીસનો દરોડો : અઢી લાખની રોકડ સાથે છ ઝડપાયા

- text


લીલાપર નજીક ફેક્ટ પેપરમિલની ઓરડીમાં જુગાર રમવા બેઠેલા છ શ્રીમંતો તાલુકા પોલીસના મહેમાન બન્યા

- text

મોરબી:શ્રાવણ મહિનામાં મોરબીમાં જાણે જુગારની મોસમ ખીલી હોય તેમ રોજે-રોજ જુગાર રમવાના નાના-મોટા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આજે વહેલી પરોઢે મોરબી તાલુકા પોલીસે લીલાપરની પેપરમિલમાં ત્રાટકી છ નબીરાઓને અઢી લાખની રોકડ-મુદ્દામાલ સાથે ઝડપી લેતા જુગરીઓએ છૂટવા માટે અનેક ધમપછાડા કર્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ ફેક્ટ પેપરમિલની ઓરડીમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.રાણા સહિતના સ્ટાફે દરોડો પડતા જુગાર રમી રહેલા મોરબીના છ નબીરા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
જુગારધામ પર પોલીસે પડેલા દરોડામાં મોરબીના રવાપરરોડ પર રહેતા રાજેશભાઇ છગનભાઇ ચાડમિયા,દશરથભાઈ ગણેશભાઈ ફુલતારીયા,માયુરભાઈ ભરતભાઇ બાવરવા,છોટુભાઈ ચતુરભાઈ કગથરા,ગાયત્રી નગરમાં રહેતા હરેશભાઇ ડાયાભાઇ અને સનાળારોડ પર રહેતા નૈમિશભાઈ દેસાઈ નામના છ ઈસમો રૂપિયા 2,48,990ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા.
આ મામલે પોલીસે જુગારધારાની કલમો મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી શ્રીમંત નબીરાઓને તાલુકા પોલીસ મથકના લોકઅપની મહેમાનગતિ કરાવી હતી.

- text