મોરબીની સિરામિક ફેક્ટરીઓમાં મજૂરોના શોષણની ફરિયાદ

- text


કારખાનામાં મજૂરોનું શોષણ : સીરામીક એસોશિએશનને આવેદનપત્ર અપાયું

મોરબી : મોરબીના સિરામિક ઉધોગે ભારતમાં જ નહીં બલ્કે દેશ બહાર કરેલી પ્રગતિમાં પાયાના મૂલ્યો વિસરી જઈ શ્રમિકો માટે કોઈ નક્કર પગલાં ન લેતા એક દુભાયેલા જાગૃત શ્રમિકે સિરામિક એસોસિએશનને આવેદનપત્ર પાઠવી જુદા-જુદા પ્રશ્ને ન્યાય માંગ્યો છે.
મોરબીના સિરામિક ઉદ્યોગની આટઆટલી પ્રગતિ છતાં પણ આ પ્રગતિ પાછળ લોહી રેડનાર શ્રમિકોની બાબતમાં આજદિન સુધી ધ્યાન ન આપતા એક શ્રમિકે સિરામિક એસોસિએશનને આવેદનપત્ર પાઠવી ન્યાય આપવા માંગણી કરી છે.
આ પત્રને અક્ષરશઃ જોઈએ તો,સીરામીક કર્મચારીએ જણાવ્યું છે કે મોરબી સીરામીક ઉધોગે દેશ,વિદેશમાં ખૂબ જ પ્રગતિ કરી ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે જેની મને ખુબ જ ખુશી છે પરંતુ ઉદ્યોગમાં હરણફાળ પ્રગતિની સાથે જ કેટલાક પાયાના મૂલ્યો વિસરાઈ રહ્યા છે તેથી જ આજે પત્ર દ્વારા હું હોદેદારો તથા સીરામીક માલિકોનું તે તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરું છું.
1.મજૂરોનું શોષણ,12 -15 કલાક કામ કરાવવું, ઓવર ટાઈમ ન આપવો.
2.તહેવાર કે જાહેર રજા ન આપવી
3.કર્મચારીઓ સાથે અપશબ્દો બોલવા,માનસિક ત્રાસ,કામનું ઓવરલોડ,મજૂરોને માર મારવો
4.રોકડમાં પગાર આપવો અને રજાઓનો પગાર કાપવો
5.મહિનામાં એકપણ રજા ન આપવી (કોઈપણ માણસ 24 કલાક અને 30 દિવસ કેવી રીતે કામ કરી શકે ?)
6.કારખાનામાં પ્રાથમિક સારવાર નો અભાવ, ટાઇમસર પગાર ન આપવો અને કર્મચારીની ભૂલના પૈસા કાપવા

- text

આવતો અનેક મુદ્દા છે વિગતવાર સમજાવા શક્ય નથી પરંતુ એ કારખાનામાં કામ કરીએ તો જ અનુભવી શકાય તમારા કારખાનામાં કામ કરતો કર્મચારી/મજૂર પોતાના જીવનની કેટલીય મૂલ્યવાન ક્ષણો છોડીને તમારી સાથે તમારી પ્રગતિમાં સહભાગી થતો હોય છે.
તો આપ સર્વની પણ નૈતિક જવાબદારી છે કે,આપ એમને પણ પરિવાર સાથે રહેવાનો સમય આપો અને પૂરતું વળતર આપો.
દરેકનો પરિવાર તેમના માટે મૂલ્યવાન હોય છે,તો એક સીરામીક કર્મચારી તરીકે આપ સર્વની સમક્ષ વિનંતી કરું છું કે મોરબી સિરામિક એસોસિએશન આ દિશામાં તપાસ કરાવે અને નક્કર પગલાં ભરે જેથી આ મુદ્દો સરકારી કર્મચારી કે સરકાર સુધી ન પહોંચે.
*કામના કલાક ઘટાડવા
*અઠવાડિયે અથવા માસિક રજા ફરજિયાત કરાવવી
*યોગ્ય ભથ્થા અથવા ઓવર ટાઈમ આપવો
*પગાર બેન્ક ખાતામાં ફરજિયાત આપવો
*મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવવી
બસ એજ આશા સાથે
લી. એક સીરામીક કર્મચારી
આમ,એક સીરામીક કર્મચારીએ પોતાની વેદના પત્ર મારફતે વર્ણવી છે ત્યારે જોવું એ રહ્યું કે મોરબી એસોસિએશન કર્મચારીઓ પ્રત્યે કેટલું સવેંદનશીલ બને છે !!!

- text