ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સિરામિક એક્સપોનું પ્રમોશન

- text


મોરબી : આગામી નવેમ્બરમાસમાં યોજાનાર વાયબ્રન્ટ સિરામીક અકસપો ના પ્રમોસન માટે ઓસ્ટ્રેલીયાના સીડની ખાતે ઇન્ડીયન એમ્બેસેડર તેમજ ઇમ્પોર્ટરો સાથે સીરામીક એસોસિએશન પ્રમુખ શ્રી નિલેષભાઇ જેતપરીયા અને ઉપ પ્રમુખ શ્રી વિજયભાઇ પટેલ દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગ હકારાત્મક રહી હતી અને ઓસ્ટ્રેલિયાથી સીરામીક બાયરો મોટી સંખ્યામાં આગામી નવેમ્બર મહિનામાં ગાંધીનગર યોજાય રહેલા સીરામીક એક્સપોમાં હાજરી આપવાની ઉત્સુકતા બતાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પોનું હાલ મોરબી સીરામીક એસોશિયેસન દ્વારા સમગ્ર દુનિયામાં જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું છે. જેને ખુબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

 

- text