મોરબીના યુવાને પ્રારબ્ધને બદલે પુરુષાર્થને જીવનમંત્ર બનાવી બિઝનેસમાં સફળતાના શિખરો સર કર્યા

- text


નાની હોટેલથી શરૂઆત કરી આજે ભારતની સૌ પ્રથમ બ્રાન્ડ ટાઈલ્સના શોરૂમ A-JAK શરૂ કરી સફળ બીઝનેસમેન બન્યા

મોરબી : વિશ્વમાં એવા ઘણાં લોકો હોય છે. જેની એક અલગ વિચારસરણી ધરાવે છે, તે પોતાની અલગ દ્રષ્ટીથી દુનિયાને જોવે છે. તેના આ અલગ દ્રષ્ટીકોણ જ અન્ય લોકોથી જુદા પાડીને શૂન્યમાંથી સર્જન કરે છે. ધીરુભાઈ અંબાની, નરેન્દ્ર મોદી આ બધી ગુજરાતની એ હસ્તીઓ છે જેને પ્રારબ્ધ અને પુરુષાર્થમાંથી પુરુષાર્થને મહત્વ આપીને આજે ભારતનો નવો ઈતિહાસ સર્જ્યો છે. તેમ કોઈ પણ મોટુ કામ કરતા પહેલા શરૂઆત નાના પાયાથી જ કરવી પડે છે. આવી રીતે મોરબીના કિશોરભાઈ રાઠોડએ શૂન્યમાંથી સર્જન કરીને સફળ બીઝનેસમેન બન્યા છે.તેઓ ભલે દેશ અને વિશ્વની મોટી હસ્તી નથી પરંતુ તેની સિદ્ધિ નાની માની શકાય તેમ નથી.
અહી આપણે વાત કરીએ છીએ મોરબી તાલુકાના નાગડાવાસ ગામના યુવાનની જેને ગામડે રહીને કોલેજ સુધીનો અભ્યાસ તો કર્યો પણ નોકરી મેળવવા માટે નહિ પરંતુ એક સફળ બીઝનેસ કરવા. એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાનએ માળિયામાં જ નાની હોટેલથી શરૂઆત કરીને આજે ભારતનો સૌથી પહેલો બ્રાન્ડ ફ્રેન્ચાઇઝી ટાઈલ્સ શોરૂમની શરૂ કરવાની પહેલ કરી છે. તે આજે મોરબીઅપડેટ સાથે તેની અત્યાર સુધીની સંઘર્ષગાથા શેર કરે છે.
મોરબી તાલુકાના નાગડાવાસ ગામમાં રહેતા સામાન્ય ખેડૂતનો પુત્ર કિશોરભાઈ પ્રભાતભાઈ રાઠોડએ ગામમાં જ રહીને મોરબી બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. નાનપણથી જ કિશોરભાઈને પોતાનો બીઝનેસ કરવાની પ્રબળ ઈચ્છા હોવાથી ૨૦૦૨માં ગામમાં જ નાની હોટેલથી શરૂઆત કરી ત્યારે તેની ઉમર માત્ર ૨૧ વર્ષ હતી. અવધ નામ તેને ખુબ પસંદ હોવાથી હોટેલનું નામ અવધ રાખ્યું હતું. બાદમાં પુત્રનું નામ પણ અવધ રાખ્યું છે. થોડા ટાઇમમાં હોટલ સારી ચાલવા લાગી તેમની ઈચ્છા હતી કે, ૨૦૦૫માં માળિયામાં મોટી હોટેલ બનાવી જેને પ્રસિદ્ધ હોનેસ્ટ બ્રાન્ડે ફ્રેન્ચાઇઝી આપી હતી. એ હોટેલની સફળતા બાદ ૨૦૧૨માં મોરબી લાલપર રોડ પર અવધ હોનેસ્ટ હોટેલ સ્થાપી. અને મોરબી શનાળા બાયપાસ ધર્મશૃષ્ટિ સોસાયટીમાં રહેવા માટે પત્ની અને પુત્ર અવધ અને પુત્રી અવની સાથે રહેવા આવ્યા હતા. આમ, એક પછી એક સફળતા કિશોરભાઈ મેળવવા લાગ્યા. આજે તે માળિયા અવધ હોનેસ્ટ, ડોમિનોઝ, સીસીડી, મોરબી અવધ હોનેસ્ટ, ટીવીએસનો શોરૂમ અને લજાઈ પણ હોનેસ્ટનું કામ ચાલે છે, આ બધું કામ એકલા હાથે સંભાળે છે.
વધુમાં કિશોરભાઈ મોરબીઅપડેટને જણાવે છેકે, તે ઈન્ડિયાનો સૌથી પહેલો ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ટાઈલ્સ શોરૂમ A-jakની મોરબીથી શરૂઆત કરે છે.જેમાં પોતે સીએમડીનો ચાર્જ સંભાળે છે. આ A-jak માં ૧૧ ઇટાલીની કંપની ફ્રેન્ચાઇઝી અને મોરબીના ટાઈલ્સ કંપની મળીને ઈન્ડિયાને એક શ્રેષ્ઠ બ્રાન્ડ ટાઈલ્સ આપશે. કિશોરભાઈને ભવિષ્યમાં આવા ૫૦ બ્રાન્ડ ટાઈલ્સ શોરૂમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેની આ સફળતા પાછળ માત્રને માત્ર તેની મહેનત અને લક્ષ્ય મેળવવા માટેની પ્રબળ ઈચ્છા છે અમ જણાવે છે. તેના જીવનનો એક જ નિયમ છે-” think hard and work smart ”

 

- text