મોરબી નગરપાલિકા આયોજિત લોકમેળો રદ્દ

- text


લોકમેળામાં ધંધાર્થીઓ દ્વારા હરરાજીમાં રિંગ કરી લેવાતા પાલિકા સતાધીશોને મેળો રદ કરવાની ફરજ પડી

મોરબી : મોરબી શહેરના નગરજનોને આ વર્ષે નગર પાલિકાના લોકમેળાની મોજ માણવા નહિ મળે,પાલિકા આયોજિત લોકમેળામાં ધંધાર્થીઓ દ્વારા હરરાજીમાં રિંગ કરી લેવાતા પાલિકા સતાધીશો દ્વારા સમૂળગો મેળો જ રદ કરી નાખવાની ફરજ પડી છે. જોકે બીજી બાજુ મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આયોજિત ક્રિષ્ના લોકો મેળો છે જે પાલિકાના મેળાની જેમ જ જાહેર લોક મેળો છે. અને તેમાં તમે લોકોને વિના મુલ્યે પ્રવેશ આપી તમામ વર્ગોને નિર્દોષ મનોરંજન પૂરું પાડવામાં આવે છે.
મોરબી નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ લોકમેળાના આયોજન અંગે દૈનિકપત્રમાં જાહેર ખબર આપી જુદા-જુદા સ્ટોલની તા.7 ના રોજ જાહેર હરરાજી યોજવામાં આવી હતી પરંતુ ધંધાર્થીઓ દ્વારા રિંગ કરી લેવામાં આવતા આજરોજ ફરીથી હરરાજી યોજવામાં આવી હતી પરંતુ રિંગ કરી બેઠેલા વેપારીઓ દ્વારા મનમાની કરાતા તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લક્ષમાં લઈને પાલિકાના સતાધીશો દ્વારા જન્માષ્ટમી મેળાનું આયોજન રદ્દ કરી નાખ્યું છે. જોકે બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે પાલિકા દ્વારા આ વર્ષે સ્ટોલના ભાવો વધુ રાખતા ફજત ફાળકા વાળા લોકોએ ઉંચા ભાવમાં પાલિકાના મેળામાં આવવા ત્યાર ન થતા અંતે મેળાનું આયોજન રદ્દ કરવાની ફરજ પડી છે.

- text

- text