ટંકારા : ધૂનડા(સ) ગામે જુગાર રમતા 7 ઝડપાયા

- text


ટંકારા : ધૂનડા ગામના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસ દરોડો કર્યો હતો. જેમાં ઘુનડા(સ) ગામે રહેતા મહાદેવ વાલજી રંગપરીયાના મકાનમાં જુગાર રમતા સાગર મહાદેવ રંગપરીયા (૨૬), જીગ્નેશ જશવંત રંગપરીયા (૩૩), હસમુખ બચું રંગપરીયા (૪૨), જયંતી ટીકુ રંગપરીયા (૪૪), હાર્દિક વાલજી રંગપરીયા (૪૪), દિલીપ ઘનજી બરાસરા (૪૪) અને મહાદેવ વેલજી રંગપરીયા (૩૩) સહિત કુલ સાત રોકડ રકમ રૂપિયા ૧,૬૭,૩૦૦ સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

- text

- text