મોરબીમાં રસ્તે રઝળતા ઢોરનો પ્રશ્ન હલ કરવા નગરપાલિકા સાથે સંકલન કરશે પોલીસ

- text


કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યા હલ કરવા એ ડિવિઝન પોલીસ સજ્જ

મોરબી : મોરબીમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યા તાકીદે હલ કરવા એ ડિવિઝન પોલીસ અને નગરપાલિકાના સતાધીશો દ્વારા સંકલન કરી અસરકારક પગલાં ભરવા નક્કી કરાયું છે.

- text

મોરબી એ ડિવિઝનમાં પુનઃ પીઆઇ તરીકે નિમણુંક પામેલા પીઆઈ બી.પી.સોનારાએ ટ્રાફિક પ્રશ્ને અને રખડતા ઢોરના ત્રાસ અંગે અસરકારક પગલાં ભરવાના સંકેતો આપી નગર પાલિકા સાથે સંકલન કરી માનવતા ના ધોરણે માલધારીઓને સાંથે ચર્ચા કરી પ્રશ્ન હલ કરવાની દિશામાં કાર્યવાહી અંગે સંકેતો આપ્યા હતા.આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તેમજ મોરબી શહેરની મુખ્ય સમસ્યા એવી ટ્રાફિક સમસ્યાનું પણ જલ્દીથી નિરાકરણ લાવવા સંકેતો આપ્યા હતા.

- text