મોરબી શહેર-જિલ્લામાં રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

- text


મોરબી : આજે શ્રાવનસુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમ આજે બહેન ભાઈને કુમકુમ તિલક કરી ભાઈને રક્ષા કાજે રાખડી બાંધી પરમ્પરા અનુસાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે આજે મોરબી શહેર અને જિલ્લામાં હર્ષોલ્લાસ પૂર્વક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

રક્ષા બંધન, એટલે ભાઇ બહેનના નિર્મળ પ્રેમની પ્રસાદી રાખડી…! મામુલી દોરો નથી….! સુતરનો રંગબેરંગી તાતણો નથી…! પણ ત્યાગનું મહામુલુ પવિત્ર પ્રતિક છે…! શણગાર છે….! બજારમાં વેંચાતી ભારે ભપકાદાર, ઝળાહળ કરતી ખર્ચાળ રાખડી કરતા હાથે કાંતેલા સુતરનો રંગીન તાતણો વધારે કિંમતી છે બાહ્યરૃપ કરતા તેના ગુણ પ્રભાવને પીછાણીએ એ જ છે રક્ષાબંધનની મહત્તા…!
આજ અંતરના આશિષ સાથે બહેન ઉમળકાભેર પોતાના ભાઇને કપાળે કુમકુમ તિલક કરી ચોખા, ચોડી, જમણે હાથે રાખડી બાંધે છે. અગર તો મોકલે છે અને ભાઇ પાસેથી પોતાના રક્ષણનું વચન માંગતા માંગતા આશિષ આપે છે.ત્યારે ભાઇ બહેને માંગેલા રક્ષણની ખાતરી આપતા યથાશકિત દક્ષિણા આપી બહેનને ખુશ કરે છે. રક્ષાબંધનના આદર્શ પવિત્ર પાઠો નવા યુગના ભાઇ બહેનોએ શીખવા જેવા છે.
આપણા પુરાણોમાં વ્રત અને પ્રતિક રાખડીનો મહિમા ઘણો મોટો છે, પવિત્ર છે, દાનવો સામે લડતા લડતા દેવરાજ ઇન્દ્ર હારી ગયા અને ઇન્દ્રાસન તથા દેવલોક ભયમાં મુકાયા ત્યારે ઇન્દ્રાણીઓ, ઇન્દ્રને રાખડી બાંધી રક્ષાબંધન વ્રત કર્યું જેના પ્રભાવે ફરી યુધ્ધ લલંકાર કરીને ઇન્દ્રએ વિજય મેળવ્યો માતા કુંતીએ વીર અભિમન્યુને વ્રત કરીને રક્ષાબંધન બાંધ્યું પછી કૌરવો સામે સાત કોઠા યુધ્ધ લડવા મોકલ્યો. કુંતા અભિમન્યુને બાંધે રાખડી…! અમર રાખડી….! અને એ રાખડીએ રંગ રાખ્યો…! મેવાડની મહારાણી અને વીર રાણી, કર્ણાવતીએ મોગલ સમ્રાટ હુમાયુને ભાવભીનું રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો અને જીભના માનેલા આ ભાઇએ પોતાની બહેનની રક્ષા જાનના જોખમે કરી બતાવી…!
બલિ પુજન આજે કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવેલા આજે પણ બલિપુજા કરવાથી શોક નાશ પામે છે. પાપ મુકત થાય છે. કારતક સુદ-૧ના દિને થતુ બલિ પુજન વ્રત આજે યાદ આવે છે. રક્ષા બંધન વ્રતના પ્રભાવે ભાઇ બહેનના હેત વધે છે આયુષ્ય વધે છે અને ધનધાન્ય સંપતિની વૃધ્ધિ થાય છે.

- text

- text