વિવિધ સ્પર્ધાનું આયોજન સાથે હળવદ તક્ષશિલા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

- text


હળવદ : હળવદના તક્ષશિલા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વ નિમીતે રાખડી સ્પર્ધા ઉપરાંત અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્ષાબંધન પર્વને અનુલક્ષીને તક્ષશિલા વિદ્યાલયમાં બહેનો માટે રાખડી સ્પર્ધા અને ભાઈઓ માટે રાખીકાર્ડ કોમ્પિટિશનના આયોજન ઉપરાંત માટીના રમકડાં,પર્યટન,રાસ-ગરબા,કવીઝ,રેતીની મોજ અને રાઇટિંગ જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. આ તકે શાળા પ્રમુખ ડાયાભાઇ ગરધરીયા,રમેશભાઈ કૈલા,એમડી મહેશભાઈ પટેલ,તેમજ આચાર્ય અને શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.

- text