15મી ઓગષ્ટની ઉજવણીને લઇ દેશભક્તિના રંગે રંગાતું મોરબી

- text


મોરબી : આગામી 15મી ઓગષ્ટની ઉજવણીને લઇ મોરબીમાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.
15 ઓગષ્ટે સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારા મુકામે થનાર હોય અત્યારથી જ જુદા જુદા કાર્યક્રમો અને રોશની  સજાવટની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે.આ ઉપરાંત મોરબીના મોરબીના રાજપર,હળવદના રણમલપુર અને વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે તાલુકા કક્ષાની ઉજવણી માટે પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
વધુમાં મોરબી ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ,નગરપાલિકા,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને જુદી-જુદી સરકારી અર્ધ સરકારી કચેરીઓ તેમજ ખાનગી શાળાઓમાં 15 ઓગષ્ટની તૈયારીને લાઇ દેહભક્તિના કાર્યક્રમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ટંકારા ખાતે થનારી જિલ્લા કક્ષાની ઉજવણીમાં પણ જુદી જુદી શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રંગા રંગ કાર્યક્રમોને લઇ મોરબી શહેર જિલ્લા માં દેહભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text

- text