રોટરી અને ઈંનરવિલ કલબ ઓફ હળવદ દ્વારા રાખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

- text


હળવદ : શહેરની પ્રચલિત એવી સાંદિપની મીડીયમ ઇંગ્લીશ સ્કૂલમાં રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ બનાવવાની હરીફાઈ કરવામાં આવી હતી.
જેમાં સ્કૂલના સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ એ ખુબજ ઝીણવટ થી સુંદર અને કલાત્મક અને વિવિધ પ્રકારની અવનવી ડિઝાઈનની રાખડીઓ બનાવી હતી. જેમાંથી બેસ્ટ રાખડી બનાવનારને રોટરી ક્લબ અને ઈંનરવિલ કલબ દ્વારા ૧/૨/૩ નંબર આપીને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલાસમાં ૧ નંબર લાવનારને સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રોજેક્ટ માં ઈંનરવિલ કલબ પ્રેસિન્ડેન્ટ જયશ્રીબેન પટેલ તથા સભ્યોએ હાજરી આપીને જજમેન્ટ આપ્યું હતું. રોટરી પ્રેસિન્ડેન્ટ ચિનુભાઈ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા ,નરભેરામભાઈ અધારા, વાસુભાઈ પટેલ હાજર રહેલા. આ પ્રોજેકટ ને સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર હિતેનભાઈ અનડકટે તથા સ્ટાફ મિત્રો એ સફળ બનાવ્યો હતો.

- text

- text