થાઈલેન્ડમાં યોજાયેલ પ્રમોશનમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને સીરામીક ઉદ્યોગને તમામ મદદની ખાતરી આપી

વાઈબ્રન્ટ સીરામીક એક્સપોના આયોજન બદલ અભિનંદન પાઠવતા કેન્દ્રીય મંત્રી

મોરબી : વાઈબ્રન્ટ સિરામીક એક્સ્પો સમીટ ના પ્રમોસન માટે મોરબી સિરામીક એસો. દ્વારા થાઇલેન્ડ ખાતે યોજાયેલ એક્ઝીબિશનમાં પ્રમોસન માટે સ્ટોલ રાખવામા આવેલ જયાં ભારતના કેન્દ્રીય કોમર્સ મીનીસ્ટર શ્રીમતી નિર્મલા સિતારામને સ્ટોલની મુલાકાત લીધી હતી અને મોરબી સિરામીક ઉધોગ ના એક્ઝિબિશન ના પ્રમોસન ના પ્લાનીંગ થી તેઓ ખુશ થયા હતા અને કોમર્સ મિનીસ્ટરી તરફથી આ એક્ઝિબિશન માટે જે પણ જરૂરીયાત હોય તેમાં ભારત સરકાર સહયોગ આપશે તેમ કહી અને આ એક્ઝિબિશન સફળ થાય તે માટે અભિનંદન પાઠવ્યા