મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાઈ બાળ સંસદની ચૂંટણી

- text


વિદ્યાર્થીઓને મતદાનની સમજ આપવા અનોખો કાર્યક્રમ યોજાયો

માળિયા (મીં.) : મોટીબરાર ગામની સરકારી શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બાળ વૈયેથી ચૂંટણી, મતદાન, નેતૃત્વ, સામાજિક મૂલ્યો તેમજ જવાબદારી વિશે જાગૃત થાય તે હેતુથી બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી માટે સૌ પ્રથમ શાળામાં અગાઉ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માંથી ૧૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. અને ત્યાર બાદ તાલુકા પંચાયત જેવી ચૂંટણીઓની માફક ચૂંટણીના દિવસે મોકપોલ કરવામાં આવ્યું હતું અને બેલેટ પેપરનો ઉપયોગ કરી ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં શાળાના ૪૧ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. વિદ્યાર્થીઓએ જ પ્રિસાઈડીંગ અને પોલિંગ ઓફિસરની ભૂમિકા ભજવી હતી અને છેલ્લે મતગણતરી કરતા મહામંત્રી પદે રાઠોડ કૃણાલ રમેશભાઈ અને ઉપમહામંત્રી પદે ખડોલા વંશીકા ગોવિંદભાઇ વિજય થયા હતા. આ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં શાળાના શિક્ષકો નિલેશભાઈ રાજપરા, અનિલભાઈ બદ્રકિયા, વિનયભાઈ વાંક, રમેશભાઈ કાનગડ અને દિક્ષિતબેન મકવાણાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- text

શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી : શાળાની આવી વિશેષ પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તાજેતરમાં જ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા માળિયા (મીં.) તાલુકાની શ્રેષ્ઠ પ્રાથમિક શાળા તરીકેની પસંદગી કરવામાં આવી છે.

- text