મોરબીમાં બાળકો માટે પ્રથમ વખત યોજાશે ઓનલાઇન કોમ્પિટિશન

- text


વિનય સ્કુલ દ્વારા તમામ સ્કૂલના બાળકો માટે જન્માષ્ટમી પર્વ દરમિયાન વોટ્સએપના માધ્યમથી સ્પર્ધાનું આયોજન

મોરબી : મોરબીની વિનય સ્ફુલ દ્વારા પ્રથમ વખત જ કહી શકાય તેવી બાળકો માટે ઓનલાઇન કોમ્પિટિશન યોજવામાં આવી છે જેમાં બાળકોને પોતાના માતા-પિતા ના મોબાઈલથી વોટ્સએપ દ્વારા સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તા.13 થી 19 દરમિયાન 6 થી 10 વર્ષ અને 11 થી 15 વર્ષના બાળકો માટે જુદા-જુદા બે ગ્રુપમાં ઓનલાઇન કોમ્પિટિશન યોજવામાં આવનાર છે જેમાં બાળકોને પોતાના માતા-પિતા કે વાલીના મોબાઈલ થી સ્કૂલના નક્કી કરેલા નંબર પર પ્રેરણા મળે તેવા વિડીયો,જનરલ નોલેજ ના પ્રશ્નો અને મેથેમેટિક્સ ના પ્રશ્નો પૂછવામાં આવશે જેનો ઝડપી ઉત્તર આપનાર ને સ્પર્ધાના અંતે પ્રથમ,દ્વિતીય અને તૃતીય એમ ત્રણ કેટેગરી માં ઇનામો પણ આપવામાં આવશે.
આ સ્પર્ધામાં જોડાવા માંગતા કોઈપણ સ્કૂલના બાળકો ના વાલીઓએ તા.9 ઓગષ્ટ પહેલા વિનય સ્કૂલના મોબાઈલ નંબર 7575810000 પર રજીસ્ટ્રેશન કરવી લેવા યાદીમાં જણાવાયું છે.

- text

- text