મોરબી જિલ્લામાં પોલિસતંત્રમાં જબરી ફેર બદલ

એલસીબી,ટ્રાફિક સહિતની બ્રાન્ચમાં અધિકારીઓ બદલાયા:4 પીઆઇ 10 પીએસઆઇ અને 10 કોન્સ્ટેબલની બદલી

મોરબી:જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરે મોરબી પોલીસ બેડામાં જબરો ફેરફાર કરી 4 પીઆઇ,10 પીએસઆઇ અને 10 પોલીસકર્મીઓની બદલી કરવા હુકમ કર્યો છે એ બદલી હુકમમાં એસઓજી,ટ્રાફિક સહિતની બ્રાન્ચમાં ફેરફાર થતા પોલીસબેડામાં ભારે ચર્ચાઓ ઉઠી છે.
જાણવા મળતી વિગતો મુજબ આજરોજ જિલ્લા પોલીસવડા રાઠોરે બદલીનો ઘાણવો કાઢ્યો છે જેમાં 4 પીઆઇમાં એલઆઈબીના શ્રીલીલાને બી-ડિવિઝનમાં નવા આવેલા શ્રી સંધીને એલઆઈબી તથા ટ્રાફિકનો વધારાનો હવાલો,હળવદના બ્રહ્મભટ્ટને લિવરીઝર્વ,અને એસ.એન.સાટીને હળવદનો વધારાનો ચાર્જ સોપાયો છે.
જ્યારે પીએસઆઇના બદલી ઓર્ડરમાં જે.ડી ઝાલાને એ ડિવિઝન થી માળીયા,માળીયાથી ડાભીને મોરબી તાલુકા,એસઓજીના આર.ટી.વ્યાસને એલસીબી,શુકલને લિવરીઝર્વમાંથી હળવદ,તેરૈયા અને રાણા ને મોરબી તાલુકા પોલીસ મથક,હળવદના ચાવડાને લિવરીઝર્વ,નદાફને એ ડિવિઝન,એ.બી.જાડેજાને એ ડિવિઝન અને ટ્રાફિક બ્રાન્ચના મકવાણાને પણ એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત પોલીસ કર્મીઓની બદલીમાં ઇબ્રાહિમભાઈ બાદીને ટંકારા અને ટંકારાના આયુબભાઈ બાબી ને મોરબી તાલુકા માં મુકવામાં આવ્યા છે તથા એલસીબીના ઈશ્વરભાઈ ક્લોતરા ને હળવદ સહિત 10 પોલીસકર્મીઓની અરસ પરસ બદલી કરવામાં આવી છે.