લાલબાગ સેવા સદનની દુર્દશા મામલે કલેકટરને ફરિયાદ

- text


સેવા-સદન કચેરી મટી રખડતા ઢોરનો અડ્ડો બન્યું : ઠેર-ઠેર ગંદકી: ફ્રિજ બંધ

મોરબી : તંત્રની લાપરવાહ નીતિને કારણે મોરબીના લાલબાગ સ્થિત સેવાસદન કચરી મટી ઢોરવાળો બની ગયો હોવાનું તેમજ ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકતા આ મામલે જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહેલે જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીના લાલબાગ સેવા સદન માં રખડતા ઢોર રાતવાસો કરતા હોય અંદર ગંદકીના ગંજ ખડકાય છે અને અહીં સફાઈકાર્ય માટે આવતા બહેનો ને ખુટિયા ઢીકે ચડાવતા હોવાની વ્યાપક ફરિયાદ છે, કચેરીમાં ચોકીદાર ન હોય રાત્રે આવરા તત્વો અડ્ડો જમાવે છે ઉપરાંત પીવાના પાણીના ફ્રિજ બંધ હોવાથી અરજદારોને મુશ્કેલી પડતી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

- text

- text